વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આહવા નગરમાં “વોટ ચોર, ગાદી છોડ”ના નારા સાથે કોંગ્રેસ કાર્યકરોનો ઉગ્ર વિરોધ..
ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પંચની કામગીરીનાં વિરોધમાં સોમવારે આહવા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.ડાંગ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં આહવા કલેક્ટર કચેરી બહાર એકત્ર થયા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ધરણા યોજી ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.ભારત ચૂંટણી પંચની કામગીરી સામે વિરોધ દર્શાવવા કોંગ્રેસ કાર્યકરો હાથમાં વિવિધ પોસ્ટરો અને બેનરો લઈને કલેક્ટર કચેરી બહાર પહોંચ્યા હતા.કાર્યકરોએ હાથ ઉપર કાળી રિબન બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન “વોટ ચોર, ગાદી છોડ” સહિતના સૂત્રોચ્ચારથી કલેક્ટર કચેરી પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
કોંગ્રેસ કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.વિરોધ દરમિયાન કૉંગ્રેસી કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિરોધ વચ્ચે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતુ.આ સમગ્ર વિરોધ પ્રદર્શનને પગલે આહવા કલેક્ટર કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.કચેરી બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકત્ર થતાં પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. કોંગ્રેસે પોતાની માંગને લઈને ઉગ્ર વિરોધ નોંધાવી ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા.
જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યુ હતુ કે, ચૂંટણી પ્રક્રિયા તથા ચૂંટણી પંચની કામગીરી અંગે પક્ષ દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે તેવી તેમની માંગ છે. આ માંગને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા આહવામાં વિરોધ પ્રદર્શન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરો દ્વારા પૂતળું સળગાવવાની કાર્યવાહી કરવામાં આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ કાર્યકરો પૂતળું સળગાવવામાં સફળ રહ્યા હતા. ઘટનાને પગલે થોડા સમય માટે કલેક્ટર કચેરી બહાર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો કાળી રિબન ધારણ કરી તથા હાથમાં પોસ્ટરો લઈને ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પંચની કામગીરી સામે નારેબાજી કરી પોતાની માંગને ઉગ્ર રીતે રજૂ કરવામાં આવી હતી.આહવા ખાતે થયેલા આ વિરોધને પગલે કલેક્ટર કચેરી બહાર પોલીસની હાજરી પણ વધારવામાં આવી હતી.આ પ્રસંગે કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ સ્નેહલ ઠાકરે,માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, સૂર્યકાંત ગાવીત,મોતીલાલ ચૌધરી, વીણાબેન ગાંગુર્ડે સહીત કૉંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..








