સુમન હાઈસ્કૂલ-30માં વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભા ઝળકી, 75 નવીન કૃતિઓએ ખેંચ્યું સૌનું ધ્યાન

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર-30, પુણા તળાવ, પુણાગામ ખાતે શાળા વિકાસ સંકુલ-6 તાપી કક્ષાનું એસવીએસ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2026 ઉત્સાહભેર યોજાયું હતું. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણી વિકસાવવાના હેતુથી યોજાયેલા આ પ્રદર્શનમાં સંકુલની 35 શાળાઓએ ભાગ લીધો હતો. વિવિધ વિષયો પર આધારિત કુલ 75 વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 150 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અને 75 માર્ગદર્શક શિક્ષકો જોડાયા હતા. આશરે 3,000 મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લઈને વિદ્યાર્થીઓની પ્રતિભા નિહાળી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે સુરતનાં મેયર શ્રીમતી માયાબેન માવાણી ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય મહેમાન તરીકે કરંજ-162 વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રી મનસુખભાઈ નારીયા, સામાજિક કાર્યકર શ્રી રાઘવજીભાઈ વેકરીયા તથા સ્વામિનારાયણ મંદિરના સંત ભગવત સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે વોર્ડ નંબર-16ના કોર્પોરેટર શ્રી વિક્રમભાઈ દેગામા, શ્રી જગદીશભાઈ સુતરીયા, શ્રીમતી સંગીતાબેન પરમાર અને શ્રીમતી રીટાબેન પટોળીયા સહિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી કરીમભાઈ સમનાણી તથા શાળાના બિલ્ડિંગના બાંધકામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર શ્રી વિજયભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મેયરશ્રી માયાબેન માવાણીના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. શાળા વિકાસ સંકુલ-6ના કન્વીનર તથા સુમન હાઈસ્કૂલ-30ના આચાર્ય શ્રી અશોકભાઈ ધામેલીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોનું પુસ્તક, શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેયરશ્રીના હસ્તે રિબન કટિંગ કરીને પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ પાસેથી તેમની કાર્યપદ્ધતિ, ઉપયોગિતા અને વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી મેળવી હતી.

પ્રદર્શનમાં લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા રજૂ કરાયેલી હોટ પેકમાં વપરાતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ અંગેની કૃતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પર્યાવરણ માટે પડકારરૂપ પ્લાસ્ટિકના કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને તેના નુકસાન અંગે જાગૃતિ ફેલાવતી આ કૃતિએ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું. વિદ્યાર્થીઓએ રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ અને પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પ્રદર્શને વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પૂરી પાડવાની સાથે જિજ્ઞાસા, તાર્કિક વિચારશક્તિ, સંશોધનવૃત્તિ અને સમસ્યાઓના ઉકેલ માટેની ક્ષમતાને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી અશોકભાઈ ધામેલીયા, સંકુલની તમામ 35 શાળાઓના આચાર્યશ્રીઓ, માર્ગદર્શક શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સમગ્ર આયોજન ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આમ, સુમન હાઈસ્કૂલ-30 ખાતે યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2026 વિજ્ઞાન, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીનો પ્રેરણાદાયી ઉત્સવ બની રહ્યું હતું.

રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

થરા માં ભાજપાના વિજેતા ઉમેદવારોનું મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપામાં મેળવેલા પ્રચંડ વિજયને ઉત્સાહભેર વધાવવા માટે ૧૪ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીમાં વિજેતા બનેલા લોકપ્રિય થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,સામાજિક અને કાનૂની ક્ષેત્રે સક્રિય એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈ નું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા પૃથ્વીરાજસિંહજી વાઘેલાએ સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આગામી સમયમાં સમાજ માટે એક સુવિધા જનક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપતાં હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સાહબ,કારી ઐયુબસાહબ,ફકીરમહમદ સાચોરા,મોહમદ સિદીકભાઈ બચુબા,હનીફભાઈ સાચોરા, યુસુફભાઈ બાજરીવાળા, મોહમદભાઈ માસ્ટર સાહેબ, વકીલ મોહમદભાઈ મોહસીન, રફીક મેમણ,સલીમભાઈ શિહોરીવાળા,યાસીનભાઈ સાચોરા,ગફારભાઈ ચણા વાળા,નુરભાઈ કલરવાળા, રફીકભાઈ લોખંડવાળા, ફકુભાઈ મોરવાડીયા ટપાલી, સુલતાનશાહ ફકીર, રમજુભાઈ ઘોરી,ઇમ્તિયાઝ સાચોરા,રસુલભાઈ હાડવેદ, યાસીનભાઈ બાપુ, સલીમભાઈ બાપુ, ઈકબાલભાઈ શિહોરી, ઈલિયાસ બાપુ,અતિક મેમણ સહિત બંને સમાજના વડીલો, યુવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ નગર પાલિકાના માધ્યમથી શહેરના વિકાસ કાર્યો અને જનસેવાને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો