ખેલ મહાકુંભમાં ખેરગામની જ્ઞાનધામ વિદ્યાલયની કબડ્ડી ટીમ દ્વિતીય ક્રમે

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામની જ્ઞાનધામ વિદ્યાલય ખાતે ‘વિકસિત ભારત @ 2047’ અંતર્ગત ખેલ મહાકુંભનું આયોજન પાટી મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખો-ખો, કબડ્ડી તેમજ એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તા. 27/09/2026, રવિવારના રોજ પાટી મુકામે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જ્ઞાનધામ વિદ્યાલયની અંડર-17 છોકરીઓની કબડ્ડી ટીમે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ જ્ઞાનધામ વિદ્યાલયના પ્રેસિડેન્ટ ધર્મેશભાઈ લાડ, ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી જીતેશભાઈ પટેલ, કોચ મિતેશસર તેમજ સમગ્ર શિક્ષકગણે ટીમની ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ રમતગમત કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો