MALIYA : કંડલા-મોરબી હાઈવે પર કાળમુખા ટ્રકે પશુઓનો કચ્ચરઘાણ વાળ્યો: ૨૫ ઘેટાં-બકરાંના કમકમાટીભર્યા મોત, ૩૦થી વધુ ઈજાગ્રસ્ત 

MALIYA : કંડલા-મોરબી હાઈવે પર કાળમુખા ટ્રકે પશુઓનો કચ્ચરઘાણ વાળ્યો: ૨૫ ઘેટાં-બકરાંના કમકમાટીભર્યા મોત, ૩૦થી વધુ ઈજાગ્રસ્ત

માળિયા (મિયાણા):કંડલા-મોરબી નેશનલ હાઈવે પર માળિયા નજીક વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. પુરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલા એક ટ્રકે રસ્તો ક્રોસ કરી રહેલા પશુઓના ટોળાને અડફેટે લેતાં ૨૩ ઘેટાં અને ૨ બકરાં સહિત કુલ ૨૫ અબોલ જીવના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે ૩૦થી વધુ પશુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામના માલધારી વિભાભાઈ મંગાભાઈ રબારી પોતાના ભાઈ ગોવાભાઈ સાથે આશરે ૫૦૦ જેટલા ઘેટાં-બકરાં ચરાવવા માટે સુરજબારીથી મોરબી તરફ જઈ રહ્યા હતા. બપોરના સમયે માળિયા પાસે આવેલા જિયો પેટ્રોલ પંપ સામેથી તેઓ પશુઓ સાથે રસ્તો પસાર કરી રહ્યા હતા.

તે દરમિયાન મોરબી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક (નંબર: RJ-07GF-8171)ના ચાલકે કાબૂ ગુમાવી ઘેટાં-બકરાંના ટોળા પર વાહન ફેરવી દીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ પશુઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.

આ ગોઝારા અકસ્માતને પગલે રોજીરોટી છીનવાઈ જતાં માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ માલધારી પરિવારને આશરે રૂ. ૬૦,૦૦૦થી રૂ. ૬૫,૦૦૦ સુધીનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાવ અંગે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે અકસ્માત સર્જનાર રાજસ્થાનના બિકાનેર (ઝાલવાલી) નિવાસી ટ્રક ચાલક ઉસ્માન મોહમદ રમજાન નાયચ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો