ફૈઝ ખત્રી..શિનોર

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંડવા ગામ ખાતે આવેલી સુપ્રસિદ્ધ બાવા પ્યારે પીરની દરગાહ ખાતે આજે તા. 27 ઓક્ટોબર, 2026ના રોજ સંદલ અને ઉર્ષ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત સાંજે 5 વાગ્યે દરગાહ ખાતે પરંપરાગત રીતે સંદલ ચડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આમ નિયાઝનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે રાત્રે 8 વાગ્યે નાતશરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લેતા ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો..
હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું પ્રતીક ગણાતી માંડવા ગામની બાવા પ્યારે પીરની દરગાહ પર હિન્દુ અને મુસ્લિમ સહિત વિવિધ ધર્મના લોકો ઊંડી આસ્થા ધરાવે છે. દરગાહ ખાતે યોજાયેલા સંદલ અને ઉર્ષ શરીફના કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ કોમી એકતા, ભાઈચારા અને પરસ્પર સદભાવનાનો સંદેશ આપ્યો હતો.
આમ, માંડવા ગામ ખાતે બાવા પ્યારે પીરની દરગાહ પર યોજાયેલી સંદલ અને ઉર્ષ શરીફની ઉજવણીએ ધાર્મિક આસ્થા સાથે હિન્દુ-મુસ્લિમ એકતા અને સામાજિક સદભાવનાની ભાવનાને ઉજાગર ક
રી હતી.









