MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર”નું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર”નું આયોજન

 

સફાઈ કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણ અંગે માર્ગદર્શન: માનનીય મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી સહિતના પદાધિકારીઓ-અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સફાઈ મિત્રોનું સન્માન

શહેરી વિકાસ વિભાગ તથા પેયજળ અને સ્વચ્છતા વિભાગ, ભારત સરકારના સંયુક્ત માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા આજરોજ પંચમુખી હનુમાનજી મંદિર હોલ, મોરબી ખાતે “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું.

સફાઈમિત્રોના આરોગ્ય, સુરક્ષા, કલ્યાણ તથા તેમના પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યોજાયેલ આ શિબિરમાં સફાઈમિત્રોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ દરમિયાન National Level Webcast નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈમિત્ર સુરક્ષા, સન્માન અને કલ્યાણ અંગેના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના માન. મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણી, માન. ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ રાણપરા, માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબીયા, SWM શાખાના ચેરમેનશ્રી મેઘરાજસિંહ ઝાલા, વાઈસ ચેરમેનશ્રી હિરેનભાઈ કરોતરા, શ્રી ભુપતભાઈ જારીયા સ્ટેન્ડિંગ કમિટી સભ્ય, તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંગીતા રૈયાણી – IAS, નાયબ કમિશનરશ્રી સંજયકુમાર સોની તથા અન્ય પદાધિકારીઓ, મહાનગરપાલિકાની વિવિધ શાખાના શાખાધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સફાઈમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

.કાર્યક્રમ દરમિયાન સફાઈમિત્રો અને તેમના પરિવારજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય સુવિધા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ LPG જોડાણ, આયુષ્માન ભારત (PM-JAY) હેઠળ આરોગ્ય કાર્ડ તથા સૌભાગ્ય યોજના હેઠળ વીજ જોડાણ સહિતની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્રોની કામગીરીને બિરદાવતાં તેમના સુરક્ષા, સન્માન અને સામાજિક-આર્થિક કલ્યાણ માટે જરૂરી માર્ગદર્શન તથા સહાય ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. “સફાઈમિત્રોની સુરક્ષા અને સન્માન – સ્વચ્છ અને સ્વસ્થ શહેરની ઓળખ” ના સંદેશ સાથે કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો