MORBI:રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અન્વયે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં મોરબી એ.પી.એમ.સી. ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ

MORBI:રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અન્વયે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં મોરબી એ.પી.એમ.સી. ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ

સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, સન્માન સમારોહ, એકતા પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે; ગ્રામીણ સ્તરે પણ ‘એકતા યાત્રા’ અને સામુહિક ભોજન સહિતના આયોજન કરાયા

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સમગ્ર રાજ્ય સાથે મોરબી જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે.

 

આ ઉજવણી અંતર્ગત મોરબી APMC મોરબી ખાતે સાંજે ૦૫:૦૦ વાગ્યાથી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શરૂ થશે. જેમાં વંદે માતરમ ગાન અને સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. એકતા પરેડનું નિદર્શન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત, સમાજમાં વિશિષ્ટ અને શ્રેષ્ઠ યોગદાન આપનાર પ્રગતિશીલ વ્યક્તિત્વોનું પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન પણ કરવામાં આવશે.

 

ગ્રામીણ સ્તરે નાગરિકોને એકતાના સૂત્રમાં બાંધવા માટે મોરબી તાલુકાના ૯૨ ગામોમાં તથા ટંકારા તાલુકાના ૪૪ ગામો સહિત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે ‘એકતા યાત્રા’ નીકળશે. પ્રાથમિક શાળાઓ અને સમાજ વાડીઓ ખાતે વડાપ્રધાનશ્રીના લાઈવ સંબોધનના પ્રસારણની સાથેસાથે ભોજનનું પણ સુંદર આયોજન કરાયું છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો