પીએમશ્રી અનુપમ પે કેન્દ્ર શાળા નંબર -૨ ના શિક્ષકો ના વયનિવૃત્તિ પ્રસંગે ભાવ દર્શન સમારોહ યોજાયો.

પીએમશ્રી અનુપમ પે કેન્દ્ર શાળા નંબર -૨ ના શિક્ષકો ના વયનિવૃત્તિ પ્રસંગે ભાવ દર્શન સમારોહ યોજાયો.

શાળાના વિદાય લેતા બંને શિક્ષકોના વિદાયમાં સમસ્ત ગ્રામજનો અને બાળકો ભાવુક થયા.
————————————
ઓગડ તાલુકાના નાથપુરા ના દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન પ્રજાપતિ બાબુભાઈ સગરામભાઈ અને શિરવાડા ના જોષી વીરભણભાઈ કેશાભાઈ બંને શિક્ષકો પીએમશ્રી અનુપમ પે કેન્દ્ર શાળા નંબર-૨ મા શિક્ષક તરીકે સેવા આપતાં હતા. તેઓનો વય નિવૃત્તિ અને ભાવદર્શન સમારોહ ૩૦ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ TPO ગૌરાંગભાઈ પંચાલના અધ્યક્ષ સ્થાને બ.કાં. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર,BRC પ્રહલાદભાઈ જોષી,ઓગડ તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોષી, પીએમશ્રી અનુપમ પે.સેન્ટર શાળા નં.-૨ ના આચાર્ય બિંદેશ્વરીદેવી ઝાલા,નિવૃત આચાર્ય માદેવભાઈ બારોટ ઈન્દ્રમાણા,નિવૃત શિક્ષક પ્રહલાદભાઈ ઠક્કર, વીરભણભાઈ કાળોતરા, યશપાલસિંહ વાઘેલા, ભુવાજી નરસિંહભાઈ પ્રજાપતિ,રમેશભાઈ ત્રિવેદી તેજાભાઈ પ્રજાપતિ નાથપુરા,ગાંડાભાઈ પ્રજાપતિ નાથપુરા, દશરથભાઈ પ્રજાપતિ નાથપુરા,ચેહરાભાઈ ગુર્જર, જોરાભાઈ દેસાઈ,ડૉ.કુલદી ઠક્કર,કનુભાઈ પ્રજાપતિ બનાસ ટેરીન,મહેશભાઈ ચૌધરી,ભારૂભાઈ પ્રજાપતિ, રસિકભાઈ પ્રજાપતિ સહીત થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ થરા સહીત અનેક શાળાના આચાર્યો,પ્રજાપતિ તથા જોષી પરિવાર તેમજ સગા સ્નેહીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આંતરીયાળ ઓગડ વિસ્તારમા શિક્ષણક્ષક્ષેત્રે સેવા,સમર્પણ અને શિક્ષણ ની ધુણી ધખાવનાર શિક્ષકો ની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવવા અને “આવજો” કહેવા તેમની વાતો,વિચારો અને અતીતના મીઠાં સંભારણાને વાગોળવા વેળાએ દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગત ગીત અને વિદાય લેતા બાબુભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. વિદાય વેળાએ શિક્ષક મિત્રો અને બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડયાહતા.શિક્ષક લાગણી ન રોકી શકતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે શાળા પરિવાર, તાણા-થરા નગરજનો અને સ્નેહીજનો દ્વારા શિક્ષકોને ચાંદીની મૂર્તિ,શ્રીફળ,સાકર, સન્માનપત્ર આપી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી,ભેટ સોગાદો દ્વારા સન્માનિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાગજીભાઈ ઠાકોરે આભાર વિધિ સેમાભાઈ પટેલે કરેલ. ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો