અંબાજીમાં જર્જરિત આંગણવાડી કેન્દ્રોના નવા મકાનના બાંધકામનો પ્રારંભ.ત્રણ આંગણવાડી કેન્દ્રોના નવા મકાન મંજૂર થતાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

30 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજીમાં બાળકોને વધુ સારી અને સુવિધાયુક્ત શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તેવા હેતુથી જર્જરિત હાલતમાં આવેલા આંગણવાડી કેન્દ્રોના નવા મકાન બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.અંબાજી વિસ્તારમાં આવેલા જૂના અને જર્જરિત આંગણવાડી કેન્દ્રોના સ્થાને હવે નવા મકાનોનું નિર્માણ કરવામાં આવશે.
જે અંતર્ગત આજરોજ બપોરે 12 વાગ્યે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંબાજી ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રીમતી કલ્પનાબેન દવે તથા તાલુકા ડેલિગેટ અરુણાબેન અગ્રવાલ સહિત સભ્યોના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંબાજી વિસ્તારમાં કુલ ત્રણ આંગણવાડી કેન્દ્રોના નવા મકાન માટે મંજૂરી આપવામાં આવી છે.
જેમાં અંબાજી-1 ખાતે ભાટવાસ વિસ્તારમાં તથા અંબાજી-9 ખાતે ગુલઝારીપુરા નજીક આવેલા આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
આ કેન્દ્રોના નવા બાંધકામથી નાના બાળકોને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળી રહેશે.
આંગણવાડી કેન્દ્રો માત્ર બાળકોના પ્રારંભિક શિક્ષણ પૂરતાં મર્યાદિત નથી, પરંતુ અહીં બાળકોને પોષણ, આરોગ્ય અને પ્રાથમિક સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓનો પણ લાભ મળે છે.
જર્જરિત મકાનોને કારણે બાળકો અને આંગણવાડી કાર્યકરોને પડતી મુશ્કેલીઓ હવે નવા બાંધકામથી દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા મકાનો તૈયાર થયા બાદ બાળકોને અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ માટે વધુ યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ થશે.ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને સભ્યોએ આ કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.અંબાજી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની દિશામાં લેવાયેલું આ પગલું બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુવિધાઓના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. તસવીર- અહેવાલ. મહેન્દ્રભાઈ અગ્રવાલ

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો