આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં પ્રિ.ડૉ. ડી એસ. ચારણના માર્ગદર્શન હેઠળ તા.૨૭/૧૦/૨૦૨૬ ના રોજ મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક પ્રા.એમ.જે.દવેની ફરજ નિવૃત્તિ પ્રસંગે સન્માન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ ના પ્રાર્થના બાદ ડૉ. ચારણે નિવૃત થતા મનોવિજ્ઞાનના ખંડ સમયના અધ્યાપક પ્રા.એમ. જે.દવેનું પુષ્પગુચ્છ,શાલ અને ૫,૧૫૧/- રૂ.રોકડ ભેટ આપી સન્માન કર્યું હતું.પ્રા.દવે છેલ્લા ૩૬ વર્ષથી કોલેજમાં અધ્યાપન કાર્ય કરી રહ્યા હતા. ડી.ડી.ચારણે તેમની સ્મૃતિઓ વાગોળતા કહ્યું કે પ્રા.દવે સરળ,નિખાલસ અને સાચા અર્થમાં એક સાત્વિક વ્યકિતત્વ ધરાવનાર માણસ છે.કોલેજમાં તેનું કાર્ય શ્રેષ્ઠ રહ્યું છે.પરમાત્મા દીર્ઘાયુષ્ય આપે અને નિરોગી રહે,સુખ શાંતિપૂર્ણ જીવન પ્રદાન કરે. તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ.ડી.ડી.ઝાલા, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. આર.આર.રોહિત વગેરેએ પ્રા. દવે ના વ્યક્તિત્વની પ્રસંશા કરી નિવૃત જીવનની શુભેચ્છા આપી હતી.આ કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ,નોન ટીચિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહી નિવૃતિની શુભેચ્છા આપી હતી.કાર્યક્રમનું સંચાલન ડૉ. નિતેશભાઈ પટેલે આભાર દર્શન ડૉ.રામ સોલંકીએ કરેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.99795 21530









