WAKANER:શિવાલય આશ્રમ, વાંકાનેર ખાતે શ્રી મેલડી માતાજીનું ભવ્ય આખ્યાન(મેલડી મંડળ) યોજાશે

WAKANER:શિવાલય આશ્રમ, વાંકાનેર ખાતે શ્રી મેલડી માતાજીનું ભવ્ય આખ્યાન(મેલડી મંડળ) યોજાશે

વાંકાનેર ખાતે આવેલ શિવાલય આશ્રમ માંગલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી વાડીવાળા પંચના મેલડી મંડળ, મકનસરના સહયોગથી શ્રી મેલડી માતાજીના ભવ્ય આખ્યાન (મેલડી મંડળ)નુ આયોજન કરવામાં આવનાર છે.

આ ધાર્મિક કાર્યક્રમ *તા. ૨ નવેમ્બર, ૨૦૨૬, સોમવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે શિવાલય આશ્રમ, વાંકાનેર ખાતે યોજાશે.

આ પ્રસંગે મેલડી માતાજીના આખ્યાન(મેલડી મંડળ)નો લાભ લેવા તથા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારના તમામ ભાવિક ભક્તો તથા નગરજનોને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

*શિવાલય આશ્રમ અનાથ, નિરાધાર તથા શારીરિક ક્ષતિગ્રસ્ત લોકોની સેવા માટે કાર્યરત છે. આશ્રમ દ્વારા માનવસેવા, સંભાળ અને સમાજકલ્યાણના વિવિધ કાર્યો કરવામાં આવે છે. આ ધાર્મિક આયોજન દ્વારા ભક્તિભાવ સાથે સેવાના કાર્યને પણ પ્રોત્સાહન મળશે.

સ્થળ: શિવાલય આશ્રમ, વાંકાનેર આયોજક: શિવાલય આશ્રમ, વાંકાનેર* *(માંગલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) સહયોગ: શ્રી વાડીવાળા પંચનું મેલડી મંડળ, મકનસર*સંપર્ક: ૯૨૬૫૬૦૮૬૪૯ સેવા | સંભાળ | સન્માન | સુરક્ષા

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો