નિરોણા ખાતે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાયો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

પીએમ કિસાન સન્માન નિધિ ખેડૂતોના સન્માન અને તેમના સશક્તિકરણ માટેની મહત્વપૂર્ણ પહેલ છે – ધારસભ્ય પ્રદ્યુમન્સિંહ જાડેજા

નખત્રાણા,તા-૩૦ ઓક્ટોબર : દેશભરમાં આજે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ખેડૂત પરિવારોને યોજનાના ૨૪મા હપ્તા પેટે રૂ. ૨,૦૦૦ની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી. આ અવસરે નખત્રાણા તાલુકાના નિરોણા ખાતે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભીલડી, બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાનના સંબોધન તથા સહાય વિતરણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્યએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ યોજનાઓના માધ્યમથી દેશના ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના માત્ર અન્નદાતાને આર્થિક સહાય પૂરી પાડવાની યોજના નથી, પરંતુ ખેડૂતોના સન્માન અને તેમના સશક્તિકરણ માટેની મહત્વપૂર્ણ પહેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નર્મદાના નીરથી આપણા વિસ્તારની ખેતી અને વિકાસની દિશામાં પરિવર્તન આવ્યું છે, જેના પરિણામે ખેડૂતોને નવી તકો મળી રહી છે.આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે ૫ ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વમંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર પ્રગતિશીલ ૯ ખેડૂતોનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, આગેવાનઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો