ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને વીજપાસરમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪ મો હપ્તો રિલીઝ કર્યો.

ગાંધીધામ,તા-૩૦ ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે કાર્યક્રમના ભાગરૂપે ભચાઉ તાલુકાના વીજપાસર રામમંદિર ખાતે ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી.આ પ્રસંગે ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આર્થિક આધારરૂપ બની છે. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને મળતી આર્થિક સહાય ખેતીના ખર્ચમાં ઉપયોગી બને છે. કાર્યક્રમમાં તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ૫ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સૌએ બનાસકાંઠા ખાતે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪ મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેનાથી દેશના ૯.૩૪ કરોડ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા,તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા, મામલતદાર મોડસિંગ રાજપૂત,ખરીદ વેચાણ સંઘના મંત્રી શંકરભાઇ રબારી,આગેવાન સુરેશભાઇ મકવાણા, જોરાભાઇ દેસાઇ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, આગેવાનો,ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો