MORBI:મોરબી CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા બે નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા


પીએમ કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા બે અરજદારો (૧) મેહરભાઈ રબારી અને (૨) ચંદરભાઈ રબારીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત લાયક અરજદારોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની પ્રક્રિયાના ભાગરૂપે બંને લાભાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં તેમના માટે આ ક્ષણ આનંદ અને ગૌરવની બની હતી.













