પાકિસ્તાનની જેલમા બંધ ભારતીય માછીમારોની મુક્તિ માટે મત્સ્યઉધોગ મંત્રી પરષોત્તમભાઈ સોલંકી એ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

પાકિસ્તાનની જેલમા બંધ ભારતીય માછીમારોની મુક્તિ માટે મત્સ્યઉધોગ મંત્રી પરષોત્તમભાઈ સોલંકી એ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી

પાકિસ્તાનની જેલમા બંધ ભારતીય માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા આવે તે બાબતે ઉના ના દેલવાડા ગામે મીરાકુંજ નિવાસ સ્થાને વણાંકબારા ના માછીમાર આગેવાન છગનભાઈ બાંભણીયા તૅમજ પાકિસ્તાન જેલ મા બંઘ માછીમારોના પરીવારજનો એ ગુજરાત રાજ્યના મત્સ્યઉધોગ મંત્રી પરષોત્તમભાઈ સોલંકી સમક્ષ રૂબરૂ રજૂઆત કરતા માછીમારોના પરિવાર જનોની બહેનોની રજૂઆત તાત્કાલિક ધ્યાને લય મત્સ્યઉધોગમંત્રીશ્રી અને કોળી સેનાના સ્થાપક શ્રી પરષોત્તમભાઈ સોલંકી એ મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર સીએમ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી

આ મુલાકાત દરમિયાન મુખ્ય મંત્રીશ્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામા આવી હતી કે પાકિસ્તાનની જેલમા ભારતીય માછીમારો લાંબા સમયથી જેલમા બંધ છેતે માછીમારો વહેલી તકે મુક્ત કરવામાં માટે જરૂરી પગલા લેવામા આવે તેમના પરિવારજનો તેમની વાપસીની આતુરતાથી રાહ જોય રહ્યા છે તેમને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકાર સુધી યોગ્ય રજૂઆત કરી ઝડપી કાર્યવાહી કરવામા આવે તેવી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરેલ મુખ્યમંત્રીશ્રી એ સકારાત્મક બાહેધરી આપેલ હોવાનુ જાણવા મળ્યુ છે આ બેઠક મા ગુજરાત કોળી સેના પ્રમુખ ઉત્સાહી કાર્યકર દિવ્યેશભાઈ પરષોત્તમભાઈ સોલંકી જૂનાગઢ / ગીરસોમનાથ જિલ્લા ના પ્રમુખ જાગૃત મહિલા આગેવાન દીપાબેન મહેકભાઈ બાંભણીયા માછીમાર સમાજ ના આગેવાન છગનભાઈ બાંભણીયા પાકિસ્તાન જેલ મા બંધ માછીમાર ના પરિવાર જનો સહીત ઉપસ્થિત રહ્યાં

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો