MORBI:મોરબી તાર ફેન્સિંગ યોજના ખેડૂતો માટે બની આશીર્વાદરૂપ; ખેડૂત હંસરાજભાઈ હડિયાલે મેળવી રૂ. ૧.૮૦ લાખની સહાય

મોરબી:સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અન્નદાતાઓ માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં મોરબી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે સરકારની ‘તાર ફેન્સિંગ યોજના’નો લાભ લઈને પોતાના ખેતર અને પાકને સુરક્ષિત બનાવ્યો છે.

મોરબી જિલ્લાના ખેડૂત હંસરાજભાઈ હડિયાલે સરકારની તાર ફેન્સિંગ યોજના અંતર્ગત રૂ. ૧,૮૦,૦૦૦ ની આર્થિક સહાય મેળવી છે. આ સહાયની મદદથી તેમણે પોતાના ખેતરની ફરતે મજબૂત તાર ફેન્સિંગ (બાડ) બનાવી દીધી છે.
વન્ય પ્રાણીઓના ત્રાસથી મળીડી મોટી રાહત અગાઉ હંસરાજભાઈના ખેતરમાં જંગલી ભૂંડ અને રોઝડા (નીલગાય) જેવા વન્ય પ્રાણીઓનો ભારે ઉપદ્રવ રહેતો હતો. આ પ્રાણીઓ દ્વારા અવારનવાર પાકનું મોટું નુકસાન કરવામાં આવતું હતું, જેના કારણે ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું.
પરંતુ, સરકારની સહાયથી ખેતરમાં તાર ફેન્સિંગ થતા હવે તેમનો પાક સંપૂર્ણપણે સુરક્ષિત બની ગયો છે અને વન્ય પ્રાણીઓના ત્રાસથી મોટી રાહત મળી છે.
સરકારની આ લોકઉપયોગી યોજના થકી પોતાની ખેતીને પૂરતી સુરક્ષા મળતા ખેડૂત હંસરાજભાઈ હડિયાલે સરકાર પ્રત્યે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને અન્ય ખેડૂતોને પણ આવી સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.














