MORBI :મોરબીમાં આઈ.ટી.આઈ. કૉલેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

MORBI :મોરબીમાં આઈ.ટી.આઈ. કૉલેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં ૨૧૦ જેટલા તાલીમાર્થીઓએ સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લીધો અને ૨૦ જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી જતન અને સંવર્ધનનો સંકલ્પ લીધો.

મોરબીમાં આઈ.ટી.આઈ. કૉલેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટી ઓફ આઈ.ટી.આઈ. મોરબીના વાઇસ ચેરમેનશ્રી અમિતભાઈ કાસુન્દ્રા, આચાર્યશ્રી નીતિન ચનિયારા, સંસ્થાના કર્મચારીઓ તથા ૨૧૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં સંસ્થાના ગાર્ડન, પાર્કિંગ તથા સમગ્ર પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તાલીમાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા પરિસરમાંથી કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સંસ્થાના પરિસરમાં ૨૦ જેટલા વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ રોપાઓના નિયમિત જતન અને સંવર્ધન માટે ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો.

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલ આ પ્રસંગે વાઇસ ચેરમેનશ્રી અમિતભાઈ કાસુન્દ્રા તથા સંસ્થાના વડા દ્વારા ઉપસ્થિત સૌને સમાજ સેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણના નિર્માણ સાથે સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમથી તાલીમાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા તથા સામાજિક સેવાની ભાવના વધુ મજબૂત બની હતી.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો