MORBI : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી

ટંકારા અને પડધરી તાલુકાનાં ગામોમાં બૂથ પર જઈ કામગીરીનું નિરીક્ષણ તથા પાત્ર નાગરિકોની નોંધણી અને સુધારણા કામગીરીની સમીક્ષા કરી

મોરબી જિલ્લામાં ચાલી રહેલી મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તેમજ ટંકારા અને પડધરી તાલુકાનાં વિવિધ ગામોમાં આવેલા મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી.
આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ બૂથ પર ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી મતદારયાદી સુધારણા કામગીરીની પ્રગતિની વિગતો મેળવી હતી. લાયક નાગરિકો અને ૧૮-૧૯ વર્ષના યુવા વર્ગની મતદાર તરીકે નામ નોંધણી, તેમજ અગાઉની યાદીમાં નામ કે અન્ય વિગતોમાં સુધારા-વધારા કરવાની કામગીરી સંપૂર્ણ પારદર્શક અને નિયમોનુસાર થાય તે પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો તથા કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી.














