MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી

MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી

મોરબી, તા. ૧૭ સપ્ટેમ્બર: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના રાજપર(કું) ગામે ચાલી રહેલી ભૂમિ સીમાંકન કામગીરી તેમજ માળીયા તાલુકાના કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સ્થળ મુલાકાત લઈ ચકાસણી અને સમીક્ષા કરી હતી.

રાજપર(કું) ગામની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ એસ.એલ.આર.શ્રી, આઈ.એલ.આર.શ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી, અરજદારો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ચાલી રહેલી માપણી કામગીરીનું સ્થળ પર અવલોકન કર્યું હતું. તેમણે કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપી કામગીરીમાં ચોકસાઈ અને પારદર્શિતા જળવાઈ રહે તે અંગે અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ માળીયા તાલુકાના કુંતાસી ગામની મુલાકાત લઈ સ્વામિત્વ યોજના અંતર્ગત ચાલી રહેલી કામગીરીની ચકાસણી કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો