MORBI:મોરબી: વોર્ડ નં. 9ની અવની સોસાયટીમાં ₹68 લાખના ખર્ચે બનનાર રોડનું મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત

MORBI:મોરબી: વોર્ડ નં. 9ની અવની સોસાયટીમાં ₹68 લાખના ખર્ચે બનનાર રોડનું મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત

મોરબી:શહેરના વોર્ડ નં. 9 વિસ્તારમાં આવેલી અવની સોસાયટીના રહીશોની સુવિધામાં વધારો કરતા નવા રોડના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અને સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અંદાજિત ખર્ચ: ₹68 લાખ રોડની લંબાઈ: આશરે 550 મીટર લોકભાગીદારી હેઠળ કુલ ખર્ચના 80% રકમ સરકાર દ્વારા અને બાકીના 20% રકમ સોસાયટી દ્વારા વહન કરાશે.

ખાતમુહૂર્ત પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન તેમજ વોર્ડ નં. 9ના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયા, ભગવતી કુંડારિયા અને હિરેનભાઈ કરોતરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.લાંબા સમયથી પ્રતીક્ષિત આ માર્ગનું કામ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. આ રોડ તૈયાર થતાં અવની સોસાયટી તેમજ આસપાસના વિસ્તારના લોકોને અવરજવર માટે આધુનિક અને સુવિધાયુક્ત પાકો રસ્તો મળશે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો