લખતરના માલીકા ગામે ખેતરમાં વીજળી પડતાં પિતાની નજર સામે જ પુત્રનું કમકમાટીભર્યું મો*ત

તા.18/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સાંજના સમયે પિતા-પુત્ર ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ત્રાટકી, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના માલીકા ગામે એક અત્યંત કરુણ અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરી રહેલા પિતા-પુત્ર પર અચાનક આકાશી વીજળી ત્રાટકતાં ૩૫ વર્ષીય યુવકનું પિતાની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી સાથે સમગ્ર માલીકા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, લખતર તાલુકાના માલીકા ગામે રહેતા જશુભાઈ સાવજીભાઈ વંથળા સાંજના સમયે પોતાના પિતા સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા. દરરોજની જેમ પિતા-પુત્ર ખેતીકામમાં પરોવાયેલા હતા, તે દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કડાકા-ભડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. કમનસીબે આ વીજળી જશુભાઈ વંથળા પર સીધી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આ કરુણ દુર્ઘટના પોતાના પિતાની નજર સામે જ બનતાં પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તુરંત જ ગ્રામજનો અને પરિવારજનોને બનાવ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા જશુભાઈને તાત્કાલિક ૧૦૮ કે ખાનગી વાહન મારફતે લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ કર્યા બાદ જશુભાઈને મૃત જાહેર કર્યા હતા. યુવકના મોતથી હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ રુદનથી ગમગીની વ્યાપી ગઈ હતી. બીજી તરફ, ખેતરમાં વીજળી પડવાથી યુવકના મોતના સમાચાર મળતાં જ લખતર પોલીસ કાફલો તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી આગળની પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માલીકા ગામના ઉભરતા યુવકના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો