18 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવળી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં વિકસિત ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં હની બી.રાવળ પ્રથમ નંબર, હેલી કે.પંચાલ દ્વિતીય નંબર અને આશિષ વાઘરી એ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. એ જ રીતે વક્તૃત્વ સ્પર્ધામાં હનીફાબાનુ આઈ.મેમણ પ્રથમ નંબર, ધર્મ જી.પટેલ દ્વિતીય નંબર અને જીયા એન.ચૌધરી એ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આમ ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રીએ અને સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.










