તા.18/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સબરમતી સેન્ટ્રલ જેલના નિવૃત્ત જેલર મહેશ દવેએ આપ્યા પોતાના અનુભવ આધારિત પ્રેરણાદાયી દ્રષ્ટાંતો

છેલ્લા બે વર્ષથી અવિરત સેવાયજ્ઞ ચલાવતું દવે દંપતી યુવાધનને વ્યસનમુક્ત કરવા સક્રિય
સબરમતી સેન્ટ્રલ જેલના નિવૃત્ત જેલર મહેશ દવેએ આપ્યા પોતાના અનુભવ આધારિત પ્રેરણાદાયી દ્રષ્ટાંતો ધ્રાંગધ્રા: માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલા ‘નશામુક્ત ભારત અભિયાન’ના ભાગરૂપે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ધ્રાંગધ્રા સ્થિત નવ-નિર્મિત ‘સ્વસ્તિક વિદ્યા સંકુલ’ ખાતે એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના યુવા આચાર્ય ચંદુભાઈ પરમાર તેમજ સમગ્ર સ્વસ્તિક શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાધનને વ્યસનની બદીથી દૂર રાખી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો હતો. આ વિશેષ કાર્યક્રમમાં સાબરમતી સેન્ટ્રલ જેલના નિવૃત્ત જેલર એમ.એમ. દવે મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાયજ્ઞમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન દવે પણ જોડાયા હતા. પોતાના સંબોધનમાં જેલર મહેશ દવેએ રાજ્યની વિવિધ જેલોમાં દીર્ઘકાલીન ફરજ દરમિયાન નજરે જોયેલા અને અનુભવેલા કડવા સત્યો રજૂ કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વ્યસનના કારણે અનેક યુવાનોનું જીવન તથા કારકિર્દી બરબાદ થઈ જાય છે. પોતાના જેલર તરીકેના અનુભવો અને વાસ્તવિક દ્રષ્ટાંતો ટાંકીને તેમણે યુવાનોને વ્યસનથી થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તાર પૂર્વક માહિતી આપી ચેતવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દવે દંપતી છેલ્લા બે વર્ષથી અવિરતપણે શાળા- કોલેજોમાં જઈને યુવાનોને નશાથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ તરફથી અત્યંત હૂંફાળો અને ઉત્સાહવર્ધક પ્રતિસાદ સાંપડ્યો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય ચંદુભાઈ પરમાર દ્વારા દવે દંપતીનું મોમેન્ટો અર્પણ કરીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્યએ આયોજન અંગે સંતોષ વ્યક્ત કરતા દવે દંપતીને દર છ મહિને સ્વસ્તિક વિદ્યા સંકુલની મુલાકાત લઈ યુવાનોને માર્ગદર્શિત કરવા નિમંત્રણ પાઠવ્યું હતું. આભારવિધિ સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું હત









