પરીએજ ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાંથી પુન: વધુ એક અજગરનું રેસ્ક્યુ કરાયું, ૧૪ મી સપ્ટેમ્બરે પણ 10 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું…

સમીર પટેલ, ભરૂચ

પાલેજ :: ભરૂચના પરીએજ ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાંથી પુન: વધુ એક આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગત સપ્તાહમાં ખાબકેલા વરસાદને પગલે ખાડીમાં પાણીની આવકમાં વધારો થયો હતો. પાણીની આવકના પગલે બાવા રુસ્તમ દરગાહ શરીફના ખાદીમ અખતરભાઈએ માછલીઓ પકડવા જાળ નાખી હતી. તે જાળમાં એક આઠ ફૂટ લાંબો અજગર ફસાઇ ગયો હતોં. જેની જાણ પાલેજ સ્થિત નેચરલ ફાઉન્ડેશનના સદસ્ય મુબારક પટેલને કરતા મુબારક પટેલે સ્થળ પર પહોંચી અજગરને સહી સલામત પોતાના ઘરે લાવી વનવિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૪ મી સપ્ટેમ્બરે પણ પરીએજ ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાંથી 10 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે ચાર દિવસ બાદ વધુ એક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે…

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો