MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન: ચૂંટણી પંચમાં અનિયમિતતાઓ અને મતદાર યાદીમાં છેડછાડ અંગે ન્યાયિક તપાસની માંગ

MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન: ચૂંટણી પંચમાં અનિયમિતતાઓ અને મતદાર યાદીમાં છેડછાડ અંગે ન્યાયિક તપાસની માંગ

રિપોર્ટર મોહસીન શેખ & ધવલ ત્રિવેદી

મોરબી:ભારતના ચૂંટણી પંચની વિશ્વસનીયતા, મતદાર યાદીમાં ગેરરીતિ અને ચૂંટણી પ્રક્રિયાના કેન્દ્રીકરણ સામે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે માનનીય રાષ્ટ્રપતિશ્રી અને સર્વોચ્ચ અદાલતને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ પદાધિકારીઓ અને કાર્યકરોએ એકત્ર થઈ લોકશાહીના રક્ષણ અને ચૂંટણી તંત્રની સ્વાયત્તતા જાળવવા સૂત્રોચ્ચાર સાથે આવેદન સુપરત કર્યું હતું.

 

આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવાયું છે કે, તાજેતરમાં ચૂંટણી પંચની અંદર ચાલી રહેલા આંતરિક વિખવાદ અને એકપક્ષીય નિર્ણયોની ગંભીર વિગતો સામે આવી છે. માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) દ્વારા લેવાયેલા એકપક્ષીય નિર્ણયો સામે અન્ય બે ચૂંટણી કમિશનરો દ્વારા છેલ્લા ૧૦ મહિનામાં ૧૪થી વધુ વખત ઔપચારિક વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.

 

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય મુદ્દા:SIR પ્રક્રિયામાં ગોપનીયતા: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં અન્ય કમિશનરો તેમજ રાજ્યના ચૂંટણી અધિકારીઓને અંધારામાં રાખી નિર્ણયો લેવાયા હોવાનો આક્ષેપ.

મતદાર યાદીમાં છેડછાડ: મતદાર યાદીમાંથી કાયદેસરના મતદારોના નામો રદ કરવા અને અનધિકૃત નામો ઉમેરીને ‘વોટ ચોરી’ આચરવામાં આવી હોવાની આશંકા.

 

IT સિસ્ટમનું કેન્દ્રીકરણ: દિલ્હી સ્થિત સેન્ટ્રલ IT સિસ્ટમનું અયોગ્ય કેન્દ્રીકરણ કરી રાજ્ય અને સ્થાનિક કક્ષાની સ્વાયત્તતા પર તરાપ મારવાનો પ્રયાસ.

 

મુખ્ય માંગણીઓ:૧. મુખ્ય ચૂંટણી કમિશનરના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ એકપક્ષીય નિર્ણયો, ખાસ કરીને મતદાર યાદી સુધારણા અને IT કેન્દ્રીકરણ અંગે નિષ્પક્ષ ન્યાયિક તપાસ કરવામાં આવે.

૨. બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરનારા અને લોકશાહી ઢાંચાને નુકસાન પહોંચાડનારા જવાબદારો સામે કડક કાનૂની પગલાં લેવાય.

૩. કોઈપણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા મતદાર યાદી સુધારણાની તમામ વિગતો તમામ પક્ષો અને જાહેર જનતા સમક્ષ પારદર્શક રીતે મૂકવામાં આવે.

મોરબી જિલ્લા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો દેશની સ્વાયત્ત સંસ્થાઓ પર શાસક પક્ષના ઈશારે થતા સંસ્થાકીય દુરુપયોગ સામે યોગ્ય પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં લોકશાહી બચાવવા માટે જનઆંદોલન છેડવામાં આવશે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો