MORBI:પીજીવીસીએલ મોરબી દ્વારા એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ: ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. ઉમેદવારો માટે તક

MORBI:પીજીવીસીએલ મોરબી દ્વારા એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ: ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. ઉમેદવારો માટે તક

 

અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર ૨૫ ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL), વર્તુળ કચેરી – મોરબી દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાના હેતુસર એપ્રેન્ટિસ લાઇનમેનની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ. (ઈલેક્ટ્રિકલ/વાઈરમેન) ઉત્તીર્ણ કરેલા યુવા ઉમેદવારો માટે એક ઉત્તમ તક ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

આ ભરતી માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ‘અનુબંધમ પોર્ટલ’ પર જોબ આઈડી નંબર: ૫૪૩૯૦૧૨૧૯ થી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અન્વયે ઉમેદવારોની વયમર્યાદા ૧૮ થી ૨૫ વર્ષ (નિયમોનુસાર ૫ વર્ષની છૂટછાટ સાથે) નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તા. ૨૫-૧૦-૨૦૨૬ સુધીમાં https://anubandham.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો