ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં એકસાથે ‘નેશનલ સાયન્સ સેમિનાર–૨૦૨૬’ (National Science Seminar – NSS) ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજન રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા લોક વિજ્ઞાન કેન્દ્રો (Community Science Centres ) ના સક્રિય સંકલન અને સહયોગથી સંપન્ન થયું છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) ની માર્ગદર્શિકા અનુસાર GUJCOST દ્વારા દર વર્ષે આ રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં જુનાગઢ જિલ્લામાં શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ સેમિનાર યોજાયો હતો આ પરિસંવાદનું મુખ્ય વિષય “ભારતીય ઊર્જા બાસ્કેટ ૨૦૪૭ : સંભાવનાઓ અને પડકારો” રાખવામાં આવ્યું હતું. પરિસંવાદમાં વિદ્યાર્થીઓએ ભારતની ભાવિ ઊર્જા જરૂરિયાતો, પુનઃપ્રાપ્ય ઊર્જા, ઊર્જા સુરક્ષા, ટકાઉ વિકાસ, ઉભરતી ઊર્જા તકનીકો તેમજ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટેના વિવિધ પડકારો અંગે પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા.જિલ્લાના 43 જેટલી શાળાઓ ના કુલ 46 વિદ્યાર્થીઓ, 40 શિક્ષકો અને 25 આમ જનતા એ આ જિલ્લા કક્ષાના સેમિનાર માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ વિદ્ અને સંસ્થા ના ચેરમેન શ્રી ગિજુભાઈ ભરાડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જુનાગઢ મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રીમતી પલવીબેન ઠક્કર,ડૉ. માતંગભાઈ પુરોહિત ડાયરેક્ટર પ્રેમાનંદ વિદ્યા સંકુલ જૂનાગઢ, ડો એસ.આર.ગજેરા , ડો.ઘનશ્યામ જાદવ એચેડી એન એસોસિયેટ પ્રોફેસર ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સુભાષ યુનિવર્સિટી જુનાગઢ, ડો. ડોક્ટર ઉત્સવ એમ ધોળકિયા આસિસ્ટન્ટ પ્રોફેસર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ડો. સુભાષ યુનિવર્સિટી જુનાગઢ, ડો. મન્ના એન દેસાઈ એચઓડી આસિસ્ટન્ટ પ્રોફેસર સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ઈ.વી.ડિપાર્ટમેન્ટ ડો.સુભાષ યુનિવર્સિટી જુનાગઢ. શ્રી તુષાર પંડ્યા મંડલીકપુર પ્રાઇમરિ સ્કૂલ મંડલીકપુર શ્રી પ્રતાપસિંહ ઓરા, જિલ્લા સંયોજક, સાયન્સ સેમિનાર માં ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શીલ્ડ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને દરેક પાર્ટિસિપેટ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા. આતકે ગિજુભાઈ ભરવાડ સાહેબ દ્વારા આગળ રાજ્યકક્ષાએ જતા વિદ્યાર્થીઓને આશીર્વાદ વચન તેમજ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માટે આઈપી ઓફિસર શ્રધ્ધાબેન કચોટ આસિસ્ટન્ટ રીનાબેન મકવાણા અને વોલેન્ટિયરો દ્વારા જેહમતો ઉઠાવવામાં આવી હતી અખબારી યાદી માં પ્રતાપસિંહ ઓરા એ જણાવ્યું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










