ડાંગમાં તા.૩૧ મી એ જિલ્લાના તમામ ૩૧૧ ગામોમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરાયું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

આગામી તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય મહોત્સવના અનુસંધાને ડાંગ જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી વિવિધ જનકલ્યાણકારી અને રાષ્ટ્રભાવના પ્રેરક કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે  રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉધ્યોગ, લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉધ્યોગ, મીઠા ઉધ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતની અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ  બેઠક યોજાઇ હતી.

તા.૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે વડાપ્રધાનશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પીએમ કિસાન ઉત્સવ’ યોજાનાર છે. આ કાર્યક્રમના ઉપલક્ષ્યમાં ડાંગ જિલ્લા પંચાયતની તમામ ૧૮ બેઠકો પૈકી પ્રત્યેક બેઠક દીઠ બે-બે કાર્યક્રમોનું યોજાનાર છે. તા.૩૧ ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે યોજાનાર મુખ્ય સમારોહની સાથે ડાંગ જિલ્લાના તમામ ૩૧૧ ગામોમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

બેઠક દરમિયાન પ્રભારી મંત્રીશ્રી ડૉ.જયરામભાઇ ગામીતે  જિલ્લા વહીવટી તંત્ર પાસે કામગીરીની વિગતો મેળવી, કાર્યક્રમને અનુલક્ષીને કાર્યક્રમના સ્થળે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાં સાથે જનભાગીદારી નોંધાય તેમજ કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન થાય તે અંગે તકેદારી રાખવા સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઇ ગામીત, જિલ્લા કલેક્ટરશ્રી એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ, નાયબ વન સંરક્ષક (ઉત્તર) મુરાલીલાલ મીણા, નાયબ વન સંરક્ષક (દક્ષિણ) નીરજકુમાર, જિલ્લા અગ્રણીશ્રી સુરેશભાઇ ચૌધરી, તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એચ.એમ. જણકાટે કર્યું હતું.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો