ડાંગ જિલ્લાનાં એસ્પિરેશનલ બ્લોક સુબીર ખાતે બેંક ઓફ બરોડાની નવીન શાખાનું ઉદ્ઘાટન કરાયુ..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓને વધુ સુલભ અને સશક્ત બનાવવા માટે બેંક ઓફ બરોડા દ્વારા સુબીર ખાતે નવીન શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.બેંક ઓફ બરોડાની સુબીર શાખાનું ઉદ્ઘાટન તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ કૃષ્ણ કુમારસિંહ, જનરલ મેનેજર તથા  બી. એલ. ગેહલોત દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે બેંકના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, ગ્રાહકો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ જિલ્લાના વિકાસની સફરમાં નાણાકીય સમાવેશને મહત્વપૂર્ણ સ્થાન આપતાં બેંક ઓફ બરોડા દ્વારા સુબીર તથા આસપાસના વિસ્તારોના રહેવાસીઓને બચત ખાતા, લોન, MSME ધિરાણ, કૃષિ ધિરાણ, ડિજિટલ બેંકિંગ તથા અન્ય આધુનિક બેંકિંગ સેવાઓ વધુ નજીકથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.બેંક ઓફ બરોડા ડાંગ જિલ્લાના આર્થિક અને સામાજિક વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા પ્રતિબદ્ધ છે. ખાસ કરીને સ્થાનિક વેપારીઓ, નાના ઉદ્યોગકારો, ખેડૂતો, સ્વરોજગાર સાથે સંકળાયેલા લોકો તથા યુવાનોને નાણાકીય સેવાઓ અને ધિરાણની સુવિધા પૂરી પાડીને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનો બેંકનો સતત પ્રયાસ રહેશે.“ડાંગના વિકાસની સફરમાં બેંક ઓફ બરોડા વિશ્વાસુ સાથી બનીને સુબીર તથા આસપાસના વિસ્તારના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”નવી શાખાના પ્રારંભ સાથે સુબીર અને આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સારી, ઝડપી અને વિશ્વસનીય બેંકિંગ સેવા પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીત,ડાંગ ભાજપા મહામંત્રી બુધુભાઈ કામડી,ભાજપાનાં આગેવાન મયુરભાઈ પટેલ,સુરત ઝોન બરોડા બેંકનાં જનરલ મેનેજર અને ઝોનલ હેડ કૃષ્ણકુમાર સિંહ,ડેપ્યુટી જનરલ મેનેજર અને રિજનલ હેડ વલસાડ રિજીયનનાં બી.એલ.ગહલોત,સુબિર ખાતે શરૂ થયેલ નવી બીઓબી બ્રાન્ચનાં મેનેજર દેવાંગભાઈ પટેલ,પ્રિ. એન્ડ ઈ. મેનેજર મિતલભાઈ પટેલ,લતાબેન ગાવીત સહિત આગેવાનો, કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો