મોડાસામાં લાયસન્સ વગર ફટાકડા વેચતા પાંચ શખ્સો સામે પોલીસ કાર્યવાહી, BNSની કલમ 223 હેઠળ ફરિયાદ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં લાયસન્સ વગર ફટાકડા વેચતા પાંચ શખ્સો સામે પોલીસ કાર્યવાહી, BNSની કલમ 223 હેઠળ ફરિયાદ

અરવલ્લી : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેચાણ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે મોડાસા શહેરમાં જરૂરી લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરતા શખ્સો સામે મોડાસા ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોડાસા ટાઉન પોલીસના કર્મચારીઓ દિવાળી પર્વને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોડાસાના કલ્યાણ ચોક અને આસપાસના વિસ્તારમાં ફટાકડાની લારીઓ લઈને વેચાણ કરતા શખ્સોની તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફટાકડા વેચવા માટે સક્ષમ અધિકારીનું લાયસન્સ માગવામાં આવતાં સંબંધિત શખ્સો પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરી પાંચ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દિલીપભાઈ જગમાલભાઈ વાઘરી, રાકેશભાઈ રાજુભાઈ વાઘેલા, પરષોત્તમભાઈ નગીનભાઈ પટણી અને ભરતભાઈ જીનાભાઈ લલાભાઈ પટણી સહિત પાંચ શખ્સો સામે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.દિવાળીના તહેવારમાં ફટાકડાના વેચાણ માટે જરૂરી પરવાનગી અને નિયમોનું પાલન કરવું ફરજિયાત હોવા છતાં લાયસન્સ વિના વેચાણ થતું હોવાની બાબત સામે આવતાં પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

હવે સવાલ એ છે કે શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ..? પોલીસ દ્વારા આવા વેપારીઓ સામે તપાસ અને કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો