7 રાજ્યમાં મતદાર યાદીમાંથી બાકાત રહી ગયેલા લોકો માટે ફોર્મ જાહેર

કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા છે કે જે રાજ્યોમાં હાલમાં SIR (મતદાર યાદીની વિશેષ પુનરીક્ષણ પ્રક્રિયા) ચાલી રહી છે, ત્યાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત થયેલા મતદારોને શોધવા માટે ફરી એકવાર ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે.

આ નિર્દેશ દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ સહિતના રાજ્યો માટે જારી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જે મતદારોના નામ યાદીમાંથી હટી ગયા છે, BLO ફરી એકવાર આવા મતદારોનો સંપર્ક કરશે અને તેમને જરૂરી ફોર્મ ભરવા તથા મતદાર યાદીમાં નામ ફરીથી સામેલ કરાવવાની પ્રક્રિયામાં મદદ કરશે.

ચૂંટણી પંચે એ પણ આદેશ આપ્યો છે કે જે મતદારોના નામ કપાયા છે, તેમની યાદી સંબંધિત પોલિંગ બૂથો પર જાહેર કરવામાં આવે, જેથી મતદારો પોતાનું નામ ચકાસીને તેને ફરીથી ઉમેરાવી શકે. આ માટે પંચે એક ફોર્મ પણ બહાર પાડ્યું છે. આયોગના જણાવ્યા અનુસાર, આ રાહત તે મતદારોને મળશે જેમને ન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન તેમને ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા કે ડુપ્લિકેટ કેટેગરીમાં મૂકીને ડ્રાફ્ટ રોલમાંથી બાકાત કરી દેવાયા હતા.

ચૂંટણી પંચે અધિકારીઓને સમગ્ર પ્રક્રિયા પર સખત નજર રાખવા તાકીદ કરી છે. આનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્ર મતદાર આખરી મતદાર યાદીમાં જોડાવાના અધિકારથી વંચિત ન રહે અને સાથોસાથ કોઈ બોગસ કે ડુપ્લિકેટ નામ યાદીમાં ન ઘૂસી જાય. પંચના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ રહી ગયેલા મતદારોના નામ જોડવામાં આવી શકે છે, જે માટે ECI એ તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) ને સુવિધા પૂરી પાડવા આદેશ આપ્યો છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો