જામજોધપુર માંથી ત્રણ વર્ષથી ગુમ બે સગીર ભાઈઓની શોધખોળ માટે જામનગર એ.એચ.ટી.યુ.ની જાહેર અપીલ

જામજોધપુર માંથી ત્રણ વર્ષથી ગુમ બે સગીર ભાઈઓની શોધખોળ માટે જામનગર એ.એચ.ટી.યુ.ની જાહેર અપીલ

ગણેશ અને મનોજ નામના બાળકો અંગે માહિતી આપનારને યોગ્ય ઇનામ અપાશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર, તા. ૨૪ : જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૩માં ગુમ થયેલા બે સગીર ભાઈઓને શોધી કાઢવા માટે જામનગર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. ગુમ થયેલા બંને બાળકો અંગે કોઈ વ્યક્તિને માહિતી મળે અથવા તેઓ ક્યાંય જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. બાળકો અંગે ઉપયોગી માહિતી આપનાર વ્યક્તિને યોગ્ય ઇનામ આપવામાં આવશે તેમજ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

આ અંગેની વિગતો મુજબ, મહારાષ્ટ્રના મૂળ વતની અને હાલ જામજોધપુર ખાતે રહેતા મેથીયા ઉર્ફે મોતીરામ સીલ્દાર પાવરાના બે પુત્રો વર્ષ ૨૦૨૩થી ગુમ થયા છે. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ૧૧૨૦૨૦૨૬૨૩૦૭૦૭/૨૦૨૩, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારથી ગુમ થયેલા બંને સગીર બાળકોની શોધખોળ માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુમ થયેલા બાળકોમાં ગણેશ, જેની ઉંમર આશરે ૧૫ વર્ષ છે, તથા મનોજ, જેની ઉંમર આશરે ૧૩ વર્ષ છે. બંને બાળકો અંગે કોઈ પણ વ્યક્તિ પાસે માહિતી હોય, તેઓ ક્યાંય નજરે પડે અથવા તેમના વિશે કોઈ જાણકારી મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

જામનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એસ. પટેલનો મોબાઇલ નંબર ૯૮૨૫૦૫૨૧૯૦ તથા જામનગર પોલીસ કંટ્રોલ રૂમનો નંબર ૬૩૫૯૬૨૭૮૦૦ જાહેર કરવામાં આવ્યા છે. આ નંબરો પર સંપર્ક કરીને બાળકો અંગેની માહિતી આપી શકાશે.

બે સગીર બાળકોને શોધી તેમના પરિવાર સુધી પહોંચાડવાના પ્રયાસોમાં જાહેર જનતાનો સહયોગ મહત્ત્વપૂર્ણ બની શકે છે. તેથી બાળકો અંગે કોઈ નાનામાં નાની માહિતી હોય તો પણ પોલીસને જાણ કરવા અને તેમની શોધખોળમાં સહભાગી બનવા જામનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો