MORBI:મોરબી સબ જેલની સુરક્ષા સામે સવાલ: અચાનક સર્ચ ઓપરેશન દરમિયાન કાચા કામના કેદી પાસેથી સ્માર્ટફોન ઝડપાયો

MORBI:મોરબી સબ જેલની સુરક્ષા સામે સવાલ: અચાનક સર્ચ ઓપરેશન દરમિયાન કાચા કામના કેદી પાસેથી સ્માર્ટફોન ઝડપાયો

 

મોરબી સબ જેલની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અગાઉ પણ અનેક વખત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાને કારણે વિવાદમાં રહેલી મોરબી સબ જેલમાં હાથ ધરાયેલા આકસ્મિક સર્ચ ઓપરેશન દરમિયાન એક કાચા કામના આરોપી પાસેથી ચાલુ હાલતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને સિમકાર્ડ મળી આવતાં જેલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

જેલની અંદર પ્રતિબંધિત વસ્તુઓના ગેરકાયદેસર ઉપયોગને ડામવા માટે જેલ અધિક્ષક એચ. એ. બાબરીયાના આદેશથી એક ખાસ તપાસ અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન સબ જેલના સુબેદાર રાજુભાઇ એન. ઝેઝરીયા અને તેમની ટીમ દ્વારા સર્કલ નંબર-૨ ની ખોલી નંબર-૨ માં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જેલ સિપાઈ ભરતભાઇ એ. ખાંભરાને ખોલીમાં બંધ કાચા કામના આરોપી ફારૂક અલ્લારખા ભટીની હિલચાલ શંકાસ્પદ જણાતાં તલાશી લેવાઈ હતી.

તલાશી દરમિયાન આરોપીના પેન્ટના નેફામાંથી સંતાડેલો ‘PEACE’ કંપનીનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેમજ તેમાં સક્રિય ‘જિઓ’ કંપનીનું સિમકાર્ડ મળી આવ્યું હતું. અતિ સંવેદનશીલ અને કડક પહેરા હેઠળ ગણાતી જેલમાં સ્માર્ટફોન પહોંચી જતાં સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

આ મામલે જેલ સુબેદાર રાજુભાઇ ઝેઝરીયાની ફરિયાદના આધારે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ફારૂક અલ્લારખા ભટી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા પ્રિઝન એક્ટની કલમ-૪૨, ૪૩ અને ૪૫(૧૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફોન જેલની અંદર પહોંચાડવામાં મદદ કરનાર અન્ય તમામ સંડોવાયેલા શખ્સો સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. હાલ મોરબી પીએસઆઈ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો