એહવાલ.માધવ મકવાણા લીમખેડા


લીમખેડા: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાનિવાવ ગામની પ્રાથમિક શાળામાં મીડિયા ટીમની મુલાકાત દરમિયાન સ્વચ્છતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત થઈ હતી. શાળામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા અને શૌચાલયની સ્વચ્છતા તથા સુવિધાઓ અંગે પ્રશ્નો ઊભા થયા છે.
શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેમજ શૌચાલયની યોગ્ય સ્વચ્છતા જળવાય તે અત્યંત જરૂરી છે. પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓમાં કોઈ ખામી હોય તો તેની સમયસર નોંધ લઈ યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
હવે સવાલ એ છે કે શાળામાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છ શૌચાલયની પૂરતી સુવિધા મળે છે કે નહીં? આ અંગે શિક્ષણ વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠે છે.
બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તંત્ર આ સમસ્યા અંગે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.
રિપોર્ટર માધવ રિપોર્ટર માધવ મકવાણા લીમખેડા










