તારીખ ૧૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર કાલોલ પંથકમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલી વિવેકાનંદ સોસાયટી ખાતે “વિવેકાનંદના રાજા” ની અત્યંત ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ચતુર્થીના મંગળ પ્રસંગે સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પંડિતજીના સુમધુર મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભગવાન શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ ગણપતિ બાપાની મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે “ગણપતિ બાપા મોરિયા” ના નાદથી સમગ્ર વિવેકાનંદ સોસાયટીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આગામી દિવસોમાં ગણેશોત્સવ દરમિયાન અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે.









