Rajkot: સેવા સંકલ્પ અભિયાન ‘સરકાર તમારા દ્વારે’: આવતીકાલે વિંછીયા, જસદણ અને પડધરી તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

તા.૩૦/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

મોઢુકા, કમળાપુર અને વિસામણના નાગરિકોને ઘરઆંગણે મળશે સરકારી સેવાઓનો લાભ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રજાની લાગણી, માગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા તથા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ‘સરકાર તમારા દ્વારે’ના વિચાર સાથે સમગ્ર રાજ્યમાં ‘સેવાસેતુ ૨.૧’ કાર્યક્રમનું ગામેગામ અને શહેરોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આવતીકાલે તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોઢુકા ગામ ખાતે પી.એમ.શ્રી શાળા-મોઢુકા, જસદણ તાલુકાના કમળાપુર ગામે કન્યા પ્રાથમિક શાળા તેમજ પડધરી તાલુકાના વિસામણ ગામે વિસામણ પ્રાથમિક શાળા ખાતે ‘સેવાસેતુ ૨.૧’ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકોને વિવિધ પ્રકારના સરકારી દાખલાઓ, પ્રમાણપત્રો અને કલ્યાણકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત વિસ્તારોના તમામ ગ્રામજનોને આ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો