Rajkot: ગીર ફાઉન્ડેશન અને શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા તારાજકોટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી

તા.૧૬/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

“ઓઝોન બચાવો — પૃથ્વી બચાવો”ના સંદેશ સાથે વિદ્યાર્થીઓએ લીધો પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ

Rajkot: વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગીર ફાઉન્ડેશન અને શ્રી ખીજડીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા ખાતે ઓઝોન સ્તર તથા પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હત

કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન વતી ભાવેશભાઈ ત્રિવેદી તથા શાળાના શિક્ષક રાજેશભાઈ ચભાડીયા દ્વારા વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરનું મહત્વ, ઓઝોન સ્તરને થતાં નુકસાન, અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોની અસરો તેમજ પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે જરૂરી બાબતો અંગે સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરના સંરક્ષણ સાથે પર્યાવરણની જાળવણીને જોડીને સમજાવ્યું હતું અને દૈનિક જીવનમાં પર્યાવરણમૈત્રીપૂર્ણ આચરણ અપનાવવા અનુરોધ કર્યો હતો.

શાળાના આચાર્યશ્રી રામદેવસિંહ જાડેજાએ શાળામાં યોજાતી વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અંગે પણ વાત કરી હતી. વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, પ્રદૂષણ ઘટાડવું અને ઊર્જાની બચત જેવી બાબતોને જીવનશૈલીનો ભાગ બનાવવા પ્રેરણા આપવામાં આવી હતી.

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઓઝોન ડે ચિત્ર સ્પર્ધા તથા ઓઝોન ડે આધારિત ક્વિઝ પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઓઝોન સ્તર અને પર્યાવરણ સંરક્ષણ અંગેનું પોતાનું જ્ઞાન રજૂ કર્યું હતું.

કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સૌએ “પૃથ્વીનું રક્ષણ કરીશું, પર્યાવરણનું જતન કરીશું અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વીનું નિર્માણ કરીશું” તેવો સંકલ્પ લીધો હતો.

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી, જાગૃતિ અને સંરક્ષણની ભાવના કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો