Rajkot: રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ શ્રી ડો. ઉત્પલ જોષીની ઉપસ્થિતિમાં ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ

તા.૨૦/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ટી.એચ.આર. અને મિલેટ્સમાંથી બનેલી ૭૨ જેટલી વાનગીઓનું પ્રદર્શન : ૦૬ વિજેતાઓને પ્રમાણપત્ર અપાયા

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ સેવા) શાખા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ શ્રી ડો. ઉત્પલ જોષીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાના ‘પોષણ ઉત્સવ – ૨૦૨૬’ અંતર્ગત ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ આયોજિત આ સ્પર્ધામાં તાલુકાકક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતા કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન કીટ તથા મિલેટ્સમાંથી બનાવેલી અલગ-અલગ કુલ ૭૨ જેટલી વાનગીઓ બનાવીને, તેને પ્રદર્શિત કરી હતી, જે પૈકી ૦૩ ટી.એચ.આર. વાનગીઓ અને ૦૩ મિલેટ્સ વાનગીઓના વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના પોષણ તેમજ આરોગ્ય સુધારણા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રો મારફતે અપાતા ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણાશક્તિ) થકી લાભાર્થીઓને દૈનિક પોષણની જરૂરિયાતનો એક તૃતીયાંશ ભાગ પૂરો પાડવામાં આવે છે. બાજરી, જુવાર, નાગલી (રાગી), સામો જેવા મિલેટ્સ (શ્રીઅન્ન) અને સરગવાના પોષણ મૂલ્યો તેમજ મિલેટ્સના આહાર થકી મેદસ્વિતા ઘટાડવા અંગે જાગૃતિ કેળવાય તથા તેના રોજીંદા ઉપયોગને પ્રોત્સાહન મળે, તે હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો. જનકસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ શ્રી રેખાબા જાડેજા, પ્રોફેસરો શ્રી ડો. રીના સોલંકી, શ્રી ડો. જીગ્ના દવે, ડો. દર્શના ચાંદરાણી તથા કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો