ચંદ્રવદન બી મકવાણા
એક સમયે ઘરની ચાર દીવાલોમાં રહીને માત્ર ઘરકામ કરતી મહિલાઓ આજે પોતાની આવડત અને મહેનતના બળે આર્થિકરીતે આત્મનિર્ભર બની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. વલસાડ તાલુકાના ધરાસણા ગામના કંચન ફળિયામાં કાર્યરત હરીઓમ સખી મંડળની ૧૨ બહેનોએ સ્વરોજગારનો માર્ગ અપનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. દિવાળીના પર્વે ઉપયોગીદીવડા, આકર્ષક કાચના બાઉલમાં રંગબેરંગી કેન્ડલ, વિવિધ પ્રકારની ચોકલેટ અને સ્વાદિષ્ટ શરબત જેવી હાથ બનાવટનીચીજવસ્તુઓનું વેચાણ કરી તેઓ આર્થિક રીતે પગભર બની રહી છે. સાથે જ સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહનઆપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ‘ના મંત્રને પણ સાર્થક કરી રહી છે.

હરી ઓમ સખી મંડળનાં સભ્ય બીનીતાબેન ભરતભાઈ પટેલ જણાવે છે કે, પહેલાં અમે મહિલાઓ માત્ર ગૃહિણી તરીકેઘરની જવાબદારીઓ નિભાવતી હતી. ઘરકામ કર્યા બાદ અમારી પાસે કોઈ રોજગાર કે આવકનું સાધન ન હતું. એક દિવસઆંગણવાડીના બહેન અમારા ઘરે આવ્યા હતા. તેમણે અમને તમામ બહેનોને એકત્ર થઈ સખી મંડળ બનાવવાની સલાહ આપી હતી.સખી મંડળની રચના કરવાથી સરકાર તરફથી આર્થિક સહાય મળશે અને રોજગારીની તક પણ ઊભી થશે તેવી વાત અમને ગમી.પરિણામે ૧૨ બહેનો એકત્ર થઈ પાંચ વર્ષ પહેલાં હરી ઓમ સખી મંડળની સ્થાપના કરી હતી.
રાજ્ય સરકાર તરફથી મંડળને અત્યાર સુધીમાં રૂ. ૧૨ હજાર અને રૂ. ૫ હજારની આર્થિક સહાય મળી છે. આ સહાય અનેપોતાની મહેનતના સહારે બહેનોએ વિવિધ ગૃહઉદ્યોગો શરૂ કર્યા છે. તેઓ દીવડા ઉપરાંત જાસૂદ અને કમળના ફૂલના આકારનાકાચના ગ્લાસમાં આકર્ષક રંગબેરંગી કેન્ડલ તૈયાર કરે છે. આ ઉપરાંત અપરાજિતા, જાસૂદ, કાચી કેરી, આમળા, જમરૂખ અનેસફરજન સહિત વિવિધ ફળોમાંથી સ્વાદિષ્ટ શરબત બનાવી તેનું બોટલમાં પેકિંગ કરી વેચાણ કરે છે.
ચોકલેટ બનાવવાની કળામાં પણ બહેનોએ આગવી કુશળતા મેળવી છે. તેઓ ડાર્ક મિલ્ક, વ્હાઇટ ઓરેન્જ અને ડ્રાયફ્રૂટ્સજેવી વિવિધ વેરાઈટીની ચોકલેટ તૈયાર કરે છે. વર્ષ દરમિયાન રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ સ્થળોએ યોજાતા મેળાઅને પ્રદર્શનોમાં સ્ટોલ મેળવી પોતાની હાથ બનાવટની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. આ ઉપરાંત લગ્નપ્રસંગો અને અન્ય શુભપ્રસંગો માટે શરબત તથા ચોકલેટના ઓર્ડર પણ સ્વીકારે છે. એટલું જ નહીં, અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્ડલબનાવવાની તાલીમ પણ આપે છે.
આવક અંગે બીનીતાબેન જણાવે છે કે, અમારી બનાવેલી વિવિધ પ્રોડક્ટનું નિયમિત વેચાણ થાય ત્યારે મહિને અંદાજે રૂ.૨૫ હજાર જેટલી આવક થાય છે. ખાસ કરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને વિનામૂલ્યે સ્ટોલનીસુવિધા આપવામાં આવે છે, જેના કારણે વેચાણ માટે થતો ખર્ચ બચે છે. સાપુતારા અને સુરત ખાતે યોજાતા સ્વદેશી મેળાઓમાં પણઅમને વિનામૂલ્યે લઈ જવામાં આવે છે. આ સુવિધાઓના કારણે અમારી પ્રોડક્ટને વધુ લોકો સુધી પહોંચાડવાની તક મળે છે અનેઅમને આર્થિક રીતે ઘણી રાહત થાય છે.
તેઓ વધુમાં જણાવે છે કે, આજે અમારા ગામની બહેનો પોતાના પગભર બની છે, તેનો અમને ખૂબ જ આનંદ છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘વોકલ ફોર લોકલ‘ની પહેલથી સ્થાનિક સ્તરે બનતી વસ્તુઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. લોકો પણખુશીથી અમારી હાથ બનાવટની ચીજવસ્તુઓ ખરીદીને અમારો ઉત્સાહ વધારે છે. આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારાઅમલમાં મૂકવામાં આવતી મિશન મંગલમ યોજના થકી મળેલા આર્થિક સહયોગ બદલ પણ અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક અશોક ડાંગી અને ટીમના આભારી છીએ. આ યોજનાએ મહિલાઓને સંગઠિત કરી સ્વરોજગાર તરફ આગળવધવા અને આત્મનિર્ભર બનવા માટે મહત્વપૂર્ણ પ્રેરણા પૂરી પાડી છે.
આમ, ધરાસણા ગામની હરી ઓમ સખી મંડળની બહેનોએ એકતાની શક્તિ, કૌશલ્ય અને મહેનતના સમન્વયથીગૃહિણીમાંથી સફળ ઉદ્યોગસાહસિક બનવાની સફર ખેડી છે. તેમનો આ પ્રયાસ માત્ર આર્થિક સશક્તિકરણ પૂરતો સીમિત નથી, પરંતુ ગ્રામ્ય મહિલાઓમાં આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને ઉદ્યોગસાહસિકતાની ભાવના જગાડતી પ્રેરણાદાયી સફળતાગાથા પણ છે.









