ચંદ્રવદન બી મકવાણા

દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડતી વખતે નાગરિકો પોતાની તેમજ પરિવારજનોની સુરક્ષાનું ખાસ ધ્યાનરાખે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર – કલેક્ટર કચેરી દ્વારા જાહેર જનતામાટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા તેમજઅકસ્માત નિવારણ માટે સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, ફટાકડા ફોડતી વખતે આગ લાગે તો સૌપ્રથમ આગને દૂર કરવાનો પ્રયાસ કરવો. જોઆગ ઓલવવી શક્ય ન હોય તો તાત્કાલિક અગ્નિશામક દળને જાણ કરવી. દાઝેલી જગ્યા પર ઠંડું પાણી નાખવું અને જ્યાં સુધીબળતરા ચાલુ રહે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી. દાઝેલી જગ્યા પર કોઈ પણ પ્રકારની ક્રીમ, સ્ટેરિલાઇઝ્ડ ડ્રેસિંગ કે અન્યપદાર્થ લગાવતાં પહેલાં યોગ્ય સારવાર માટે તબીબી સલાહ લેવી. દિવાળીના તહેવાર દરમિયાન કોઈપણ કટોકટી સર્જાય તોઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવા જણાવાયું છે.
ફટાકડા ફોડતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડવા જોઈએ.ફટાકડા ફોડતી વખતે પાણી ભરેલી ડોલ તેમજ રેતી ભરેલી ડોલ રાખવી અને તારામંડળ જેવા ફટાકડાનો ઉપયોગ કર્યા બાદ તેનો તારડોલમાં જ નાખવો. ઘરની અંદર, સાંકડી જગ્યાએ કે ભીડભાડવાળા સ્થળોએ ફટાકડા ફોડવા નહીં. વડીલોની ગેરહાજરીમાં બાળકોનેએકલા ફટાકડા ફોડવા દેવા નહીં.
આ ઉપરાંત ફટાકડાને ખિસ્સામાં રાખવા નહીં કે ફોડતી વખતે તેની ઘા કરવાની નહીં. અવાજની વિશિષ્ટ અસર માટેફટાકડાને ટીનના ડબ્બામાં, માટલામાં કે અન્ય કોઈ બંધ જગ્યામાં ફોડવા નહીં. ફટાકડા સળગાવ્યા બાદ તરત જ તેની નજીક જવું નહીં.તેમજ બાળી ન શકાયેલા ફટાકડાને ફરીથી સળગાવવાનો પ્રયાસ કરવો નહીં. લાંબા કપડાં જલદી આગ પકડી શકે છે, તેથી ફટાકડાફોડતી વખતે યોગ્ય અને સુરક્ષિત વસ્ત્રો પહેરવા.
ખાસ કરીને ફટાકડા ફોડતી વખતે સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. ઓલવાઈ ગયેલા ફટાકડાને પકડીને કાઢવાનોપ્રયાસ કરવો નહીં. ફટાકડાના કારણે આંખમાં ઈજા થાય તો આંખને મસળવી નહીં કે આંખમાં ખૂંચી ગયેલી વસ્તુને જાતે કાઢવાનોપ્રયાસ કરવો નહીં. આંખમાં કેમિકલ પડી જાય તો આંખને ઠંડા પાણીથી ૧૦ થી ૧૫ મિનિટ સુધી ધોવી અને તાત્કાલિક આંખનાડૉક્ટરની સલાહ લેવી.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા નાગરિકોને દિવાળીના તહેવારની ખુશીઓમાં સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપવા અનેજાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી દિવાળીની ઉજવણી આનંદમય અને અકસ્માતમુક્ત બનીરહે.
કટોકટીના સમયે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર કચેરી, વલસાડનો ફોન નંબર: ૦૨૬૩૨–૨૪૩૨૩૮/૨૪૦૨૧૨ અને ટોલ ફ્રી નંબર1077 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.








