Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિંછીયાની શ્રી જીનપરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ‘સેવા સેતુ’ કેમ્પની મુલાકાતલીધી 

તા.૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે કેમ્પની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા કેબિનેટ મંત્રીશ્રી

Rajkot: રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સરકારી સેવાઓનો લાભ નાગરિકોને સરળતાથી, ઝડપી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી ‘સેવા સેતુ’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વિંછીયા તાલુકાના શ્રી જીનપરા પ્રાથમિક શાળા ખાતે આયોજિત સેવા સેતુ કેમ્પની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ કેમ્પ ખાતે વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. અરજદારોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેમજ વિવિધ દાખલા, પ્રમાણપત્રો અને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

સેવા સેતુ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), સૂર્ય કિરણ યોજના, PGVCL વિભાગ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પ સહિતની સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો.

મંત્રીશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે સરકારની યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર અને સરળતાથી પહોંચે તે માટે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે તાલુકા મામલતદાર શ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો