નાયરા એનર્જીએ પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભાવવધારો કર્યો !!!

આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડ ઓઇલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે દેશની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલ કંપની નાયરા એનર્જી (Nayara Energy) એ ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ શનિવાર સવારથી જ પોતાના તમામ આઉટલેટ્સ પર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ₹3 નો સીધો વધારો અમલી બનાવી દીધો છે.

રિપોર્ટ અનુસાર, નવી કિંમતો શનિવાર સવારથી દેશભરમાં આવેલા નાયરાના તમામ 7,108 ફ્યુઅલ સ્ટેશનો પર લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઈરાન અને વેસ્ટ એશિયામાં ચાલી રહેલા રાજકીય તણાવના કારણે માર્ચ મહિનામાં કંપનીએ ભાવ વધાર્યા હતા. પરંતુ ત્યારબાદ સ્થિતિ થાળે પડતાં અને કૂડના ભાવ ઘટતાં 1 જુલાઈના રોજ કંપનીએ વધારેલો ભાવ પાછો ખેંચી લીધો હતો. પરંતુ હવે ફરી એકવાર બેરલ દીઠ ક્રૂડ ઓઇલના ભાવ $100ની ઉપર પહોંચી જતાં કંપનીએ પોતાની પડતર કિંમત સરભર કરવા માટે ફરી ભાવવધારો ઝીંક્યો છે.

નાયરા એનર્જી દ્વારા કરાયેલો આ ભાવવધારો માત્ર તેના પોતાના પંપ પૂરતો જ સીમિત છે. દેશના 90%થી વધુ ઇંધણ બજાર પર કંટ્રોલ ધરાવતી સરકારી તેલ કંપનીઓ – ઈન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલીયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ જ વધારો કર્યો નથી, જેથી સામાન્ય જનતાને સરકારી પંપો પરથી જૂના ભાવે જ ઇંધણ મળી રહેશે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો