જાપાનના આઈચી નાગોયા ખાતે એશિયન ગેમ્સ 2026માં ભારતે 85 મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું.

જાપાનના આઈચી નાગોયા ખાતે આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન સાથે પોતાના અભિયાનનું શાનદાર સમાપન કર્યું છે. રમતોત્સવના અંતિમ દિવસે ભારતીય રમતવીરોએ જબરદસ્ત પ્રદર્શન કરતાં કુલ 9 મેડલ (5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ) પોતાના નામે કર્યા હતા. આ શાનદાર દેખાવ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા 85 પર પહોંચી ગઈ છે, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ છે. હાલમાં ભારતે મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહીને પોતાની યાત્રા પૂર્ણ કરી છે. 14થી વધુ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં ભારતના 495 એથ્લેટ્સે 36 વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને દેશનું ગૌરવ વધાર્યું છે.

ભારતની 17 વર્ષીય યુવા તીરંદાજ કુમકુમ મોહોડે વિમેન્સ રિકર્વ વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ સફળતા મેળવી છે. તેણે આ રોમાંચક મુકાબલાના શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાની ઓ યેજિન સામે પરફેક્ટ 10નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

વિમેન્સ વ્યક્તિગત સ્ટ્રોક પ્લે ગોલ્ફ ઇવેન્ટમાં ભારતીય ગોલ્ફર પ્રણવી શરથ ઉર્સે અસાધારણ રમત દર્શાવી હતી. તેણે 15 અંડર પારના સ્કોર સાથે પ્રથમ સ્થાન હાંસલ કરીને ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ મેડલ નાખ્યો હતો.

મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વજન વર્ગની કુસ્તીમાં અમન સેહરાવતે શ્વાસ થંભાવી દે તેવી લડત આપી હતી. તેણે ઉત્તર કોરિયાના કુસ્તીબાજને જોરદાર પછડાટ આપીને ભારતને કુસ્તીમાં દિવસનો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

ભારતીય પુરુષ હોકી ટીમે ફાઇનલ મેચમાં મલેશિયા સામે સંપૂર્ણ દબદબો જાળવી રાખીને 5-1થી એકતરફી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં હોકીનો ગોલ્ડ મેડલ જીતીને પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું છે. આ જ આવૃત્તિમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ ગોલ્ડ જીતીને નવો ઇતિહાસ પણ રચ્યો છે.

ક્રિકેટની હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતીય પુરુષ ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 192 રન જ બનાવી શકી હતી.

કાસુગાઈ કન્ટ્રી ક્લબ ખાતે યોજાયેલી મહિલા ગોલ્ફ ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમે ઈતિહાસ રચતાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતીય મહિલા ખેલાડીઓએ 14-અંડર 546નો સ્કોર બનાવીને ચીન પછી સમગ્ર સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

મહિલા કુસ્તીની 53 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં ભારતની અંતિમ પંઘાલને જાપાનની મો કિયોકા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, છતાં તેણે શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને દેશ માટે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તે આ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી ભારતની એકમાત્ર મહિલા પહેલવાન બની છે.

મેન્સ ફ્રીસ્ટાઇલ 97 કિગ્રા કેટેગરીમાં દીપક પૂનિયાએ કાંટાની ટક્કરમાં ઉત્કૃષ્ટ સંયમ બતાવ્યો હતો. તેણે મંગોલિયાના કુસ્તીબાજને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

મેન્સ રિકર્વ વ્યક્તિગત તીરંદાજીના બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં બે ભારતીય ખેલાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં નીરજ ચૌહાણે પોતાના જ દેશના ધીરજ બોમ્મદેવરાને 6-4થી માત આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો