Rajkot: “સેવા સંકલ્પ અભિયાન જનસેવાનો અવિરત પ્રવાહ” ૨૯ સપ્ટેમ્બરે રાજકોટ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાશે વિવિધ પ્રજાભિમુખ સેવાકાર્યો

તા.૨૮/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે ત્યારે, તારીખ ૨૯/૦૯/૨૦૨૬ના રોજ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વ્યાપક સ્તરે પ્રજાભિમુખ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઅભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, જસદણ, વિંછીયા, પડધરી, ગોંડલ, જામકંડોરણા, લોધિકા, કોટડા સાંગાણી, જેતપુર તથા રાજકોટ શહેરી વિસ્તારોમાં “આંગણ મિલન સેવા” સહિત વિવિધ લોકઉપયોગી કાર્યક્રમો યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે રાજ્યની તમામ આંગણવાડીઓમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “આંગણ મિલન સેવા”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે ‘રમતાં-રમતાં શિક્ષણ’નું પ્રત્યક્ષ નિદર્શન, પૌષ્ટિક આહાર વિશે વાલી-માતૃ સંવાદ, આરોગ્ય તપાસ, અન્નપ્રાશન સંસ્કાર તથા બાળ વિકાસના પાયાને મજબૂત બનાવતી આંગણવાડી બહેનોની નિષ્ઠા, સેવાભાવ અને સમર્પણને બિરદાવવા ‘સેવા મારું યોગદાન’ હેઠળ વિશેષ સન્માન કરવામાં આવશે

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો