વેજપુર ગામના હિતમાં સંજયભાઈ ઉદેશી રાહુલજી અને ગામના નાગરિકો તેમજ હાલના સરપંચ શ્રી જયદીપસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ મેદાનમાં

ડેસર પરમાર ચિરાગ

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામ આવનારું ભવિષ્ય અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઉઠાવ્યો; મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યુંડેસર તાલુકાના વેજપુર ગામમાં સાવલી–ઉદલપુર મુખ્ય ફોરલેન રોડની કામગીરી વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે ઉપયોગમાં લેવાતી જૂની કોતર સાંકડી થઈ ગઈ હોવાની રજૂઆત સામે આવી છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈને ગામના જાગૃત નાગરિક સંજયભાઈ ઉદેશી રાહુલજી ભૂતપૂર્વ સરપંચ દ્વારા ગામના હિત અને આવનારાં વર્ષોમાં ઊભી થઈ શકે તેવી સંભવિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અવાજ ઉઠાવવામાં આવ્યો છે વેજપુર ગામમાં અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે ઉપયોગમાં લેવાતી કોતર રોડની કામગીરી દરમિયાન સાંકડી થઈ ગઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે. જો વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા નહીં રહે, તો ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી થવાની ભીતિ છે.ગામના હિત માટે સમયસર રજૂઆતગામના જાગૃત નાગરિક સંજયભાઈ ઉદેશીરાહુલજી ભૂતપૂર્વક સરપંચશ્રી આ મુદ્દે ધ્યાન દોરીને ડેસરના મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે તેમજ સાવલી ઉદલપુર મેઇન રોડના કોન્ટ્રાક્ટર ને પણ જાણ કરી હતી કે આવનારું ભવિષ્ય અને ગામના હિત માટે રજૂઆત કરી તેમ છતાં કોન્ટ્રાક્ટર ને સ્થળ પર ચકાસણી કરવા બોલાવ્યા તે દરમિયાન કોન્ટ્રાક્ટરે કોઈ સાચો જવાબ સ્પષ્ટ રીતે આપ તા જણાવ્યું કે મને કંઈ ખબર નથી તેમજ સવાલ પૂછતા પત્રકારને તેમનું નામ અને હોદ્દો જણાવ્યો ન હતો કે હું મારું નામ અને હોદ્દો ના આપી શકુ તેમ પત્રકાર ને જણાવ્યું હાલના સરપંચશ્રી ની જયદીપસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ ની રજૂઆતનો મુખ્ય હેતુ ગામમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ જળવાઈ રહે અને ભવિષ્યમાં ગ્રામજનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો છે રોડની કામગીરીમાં કોતરની સ્થિતિની તપાસ જરૂરીસાવલીઉદલપુર ફોરલેન રોડની કામગીરી દરમિયાન વેજપુર ગામની કોતરની પહોળાઈ, ઊંડાઈ અને પાણી વહન કરવાની ક્ષમતામાં કોઈ ફેરફાર થયો છે કે નહીં તેની સ્થળ પર તપાસ થવી જરૂરી છે.વિકાસની કામગીરી સાથે ગામના હિતનું રક્ષણ પણ એટલું જ મહત્ત્વનું છે. તેથી સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, પાણીના નિકાલમાં અવરોધ જણાય તો યોગ્ય સુધારાત્મક કામગીરી કરવામાં આવે અને જવાબદાર એજન્સી પાસેથી જરૂરી પગલાં લેવડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર!વેજપુર ગામના ભવિષ્ય અને જનહિતને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવેલા આ મુદ્દે હવે સંબંધિત તંત્રની કાર્યવાહી મહત્ત્વપૂર્ણ બની છે. ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવે અને હકીકતના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો