ઝઘડિયા ખાતે “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત હેલ્થ ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો..


ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો.APMC, ઝઘડિયા ખાતે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં આરોગ્ય તપાસ, બ્લડ પ્રેશર અને શુગર ચેક, સહિતની આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી. સાથે જ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે 152-ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન રક્તદાનને મહાદાન ગણાવી લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ “સ્વસ્થ સમાજ, સુરક્ષિત ભારત”ના સંદેશ સાથે માનવસેવાના કાર્યોમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય રિતેશ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા કરવી એ આપણા સૌની જવાબદારી છે. રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવવામાં મદદ મળી શકે છે, તેથી વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે અને સમાજના સેવાકીય કાર્યોમાં સહભાગી બને તેવી તેમણે અપીલ કરી હતી.
ઈરફાન ખત્રી
- રાજપારડી







