કિરીટ પટેલ બાયડ

બાયડ હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ
બાયડ પ્રાંત અધિકારીએ પ્રથમ રક્તદાન કરી પ્રેરણાદાયી શરૂઆત કરાવી; મોટી સંખ્યામાં અધિકારીઓ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્ય
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની દેશભરમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પણ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે બાયડ હેલ્થ સેન્ટર ખાતે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
રક્તદાન એ મહાદાન છે” અને “એક યુનિટ રક્ત કોઈનો જીવ બચાવી શકે છે” તેવા પવિત્ર સેવા સંદેશને ચરિત્રાર્થ કરતા આ કાર્યક્રમની શરૂઆત ખૂબ જ ઉત્સાહજનક રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જ બાયડ પ્રાંત અધિકારી દ્વારા સ્વયં રક્તદાન કરીને સમાજ માટે એક ઉત્તમ બાયડઅને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. તેમના આ પગલાથી ઉપસ્થિત અન્ય યુવાનો અને નાગરિકોમાં પણ રક્તદાન કરવા માટેનો ભારે ઉત્સાહ જ
આ સેવા યજ્ઞમાં બાયડ તાલુકાના અગ્રણી અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટી (બિજેપી) ના હોદ્દેદારો અને નિષ્ઠાવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામની સક્રિય ઉપસ્થિતિ અને ઉત્સાહના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હત
આયોજકો દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે, મુશ્કેલ સમયમાં દર્દીઓને રક્તની જરૂરિયાત પૂરી પાડવા માટે આવા સેવા કાર્યોમાં વધુમાં વધુ યુવાનો અને નાગરિકો આગળ આવે. વડાપ્રધાનના જન્મદિને યોજાયેલા આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુટિટ રક્ત એકત્રિત થયું હતું, જે દર્શાવે છે કે બાયડના લોકોમાં સેવાની ભાવના કાયમ ધબકતી રહે છે.







