ગોલ્ડન ગર્લ સરીતા ગાયકવાડ સાથે રેતીના વેપારમાં રોકાણ કરાવી નફાની લાલચ આપી રૂ.૬૯.૧૦ લાખની કથિત છેતરપિંડી

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સરિતા ગાયકવાડે આહવા એસઓજી કચેરીએ ન્યાય માટે કરી રજૂઆત; તાપીના નીતિન ભારતી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ

ડાંગ જિલ્લામાં રેતીના વેપારમાં રોકાણ કરાવી દર મહિને ચાર ટકા નફો આપવાની લાલચ આપી રૂ. ૬૮ લાખની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે સરિતા ગાયકવાડે ન્યાય મેળવવા માટે આહવા એસઓજી કચેરીનો સંપર્ક કર્યો છે. તાપીના નીતિન ભારતી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૪માં આરોપી સાથે પરિચય થયા બાદ રેતીના વેપારમાં રોકાણ કરવાથી દર મહિને ચાર ટકા નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. વિશ્વાસમાં લઈને અલગ-અલગ બેંક ખાતાઓમાં અંદાજે રૂ. ૬૯.૧૦ લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.

આરોપીએ અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧.૮૦ લાખ પરત આપ્યા હોવાનું અને બાકીની રકમ ચૂકવી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં રૂ. ૩૦ લાખના ચેકનો ફોટો વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે પોલીસ તપાસ દરમિયાન આરોપીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનું અને બેંક વ્યવહારોની મની ટ્રેલની તપાસ હાલ ચાલુ હોવાનું ડાંગ જિલ્લા પોલીસવડા પૂજા યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો