જામનગરમાં નવરાત્રિ પર્વે મહિલાઓની સુરક્ષા માટે 181 ‘અભયમ’ અને ‘સી-ટીમ’ની વિશેષ ઝુંબેશ

જામનગરમાં નવરાત્રિ પર્વે મહિલાઓની સુરક્ષા માટે 181 ‘અભયમ’ અને ‘સી-ટીમ’ની વિશેષ ઝુંબેશ

મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ મેળવવા 181 હેલ્પલાઇન નંબર ડાયલ કરવા અપીલ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા.૧૪, નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જામનગર શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે જામનગરની 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ (SHE Team) સક્રિયપણે મેદાનમાં ઉતરી છે. નવરાત્રિ દરમિયાન મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા માણી શકે તેવા હેતુથી અભયમ અને સી-ટીમ દ્વારા શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે.

મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, 181 ‘અભયમ’ અને ‘સી-ટીમ’ દ્વારા ગરબા સ્થળો પર મહિલાઓને જાગૃત કરતા માર્ગદર્શન અપાયું હતું કે, જો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અયોગ્ય કે અશ્લીલ વર્તન કરવામાં આવે, છેડતી કરવાનો પ્રયાસ થાય કે પછી પીછો કરીને રસ્તો રોકવામાં આવે, તો મહિલાઓએ સહેજ પણ ગભરાયા વિના કે નિઃસંકોચપણે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવો. 181 ની ટીમ સ્થળ પર પહોંચીને તુરંત જ જરૂરી કાયદાકીય અને સુરક્ષાત્મક સહાય પૂરી પાડશે. મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાભિમાનની રક્ષા કરવી એ જ 181 મહિલા હેલ્પલાઇન અને સી-ટીમની મુખ્ય ઓળખ છે, તેથી કોઈપણ કટોકટી કે મુશ્કેલીના સમયે 24×7 કાર્યરત 181 ટોલ-ફ્રી નંબર પર તાત્કાલિક સંપર્ક કરી સુરક્ષા મેળવવા વિશેષ અપીલ કરવામાં આવી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો