તારીખ ૨૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા માટે ગૌરવ સમાન સમાચાર સામે આવ્યા છે. લોકવિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા આયોજિત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) 2026 કોમ્પિટિશનમાં કાલોલ તાલુકાના બોરુ ગામની રિફાઈ પબ્લિક સ્કૂલે શાનદાર સિદ્ધિ મેળવી છે.ત્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ રિફાઈ પબ્લિક સ્કૂલની બે તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સ્ટેટ લેવલ માટે સિલેક્શન થયું છે. જેમાં સિનિયર કેટેગરીમાં શિફાના બેલીમ અને તંજીલા પઠાણ એ પોતાના રિસર્ચ પ્રોજેક્ટ દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા.આ સમગ્ર સફળતા પાછળ તેમના ગાઈડ ટીચર સમીર સુબન અને શીફા મકરાની નું અથાગ પરિશ્રમ અને સતત માર્ગદર્શન રહ્યું છે. બંને શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને પ્રોજેક્ટ તૈયાર કરવાથી લઈને પ્રેઝન્ટેશન સુધી ખૂબ જ સપોર્ટ કર્યો હતો.હવે આ બંને વિદ્યાર્થીનીઓ આગામી સમયમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના પ્રદર્શનમાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેમની આ સિદ્ધિથી શાળા પરિવાર અને સમગ્ર કાલોલ તાલુકામાં ખુશીનો માહોલ છે.











